Daily Use English Sentences in Gujarati with Meaning (Ep. 1)

Share This Awesome Post 😊

Daily use english sentences in gujarati with meaning Ep. 01 : શું તમે અંગ્રેજી શીખવામાં સંઘર્ષ કરી રહ્યા છો? આ બ્લોગ તમારો પરફેક્ટ માર્ગદર્શક છે! અમે તમારી અંગ્રેજી વાતચીત કૌશલ્ય સુધારવા માટે દૈનિક ઉપયોગમાં લેવાતા અંગ્રેજી વાક્યોનું સંકલન કર્યું છે, જે ગુજરાતીમાં અનુવાદિત છે. તમે નવા નિશાળીયા હો કે તમારી પ્રવાહીતા વધારવા માંગતા હો, અમારા સરળ-અનુસરવાના ઉદાહરણો અંગ્રેજી શીખવાનું સરળ બનાવશે. આ વાક્યોનો નિયમિત અભ્યાસ કરો અને તમારો આત્મવિશ્વાસ વધતો જોશો!

WhatsApp Channel
WhatsApp Channel (Gujarati)  Join Now
Facebook Page
Facebook Page (Gujarati)  Join Now
Instagram
InstagramJoin Now

Daily use english sentences in gujarati with meaning

મહેરબાની કરીને મને માફ કરો, મારાથી ભૂલ થઇ છે
Please forgive me, I made a mistake

બધા મજામાં
All are well.

શું તમે મને મીઠું આપી શકશો?
Can you pass me the salt, please?

તું ક્યાં છે લ્યા?
Where are you?

માફ કરશો, હું સમજ્યો નહિ. તમે તે ફરીથી બોલશો?
I’m sorry, I don’t understand. Can you repeat that?

રસ્તા માં જ છુ
I am on the way.

શું તમે મને નજીકની કરીયાણાની દુકાનનું માર્ગદર્શન આપી શકશો?
Could you give me directions to the nearest grocery store?

હજુ કેટલી વાર લાગશે?
How long will it take?

કૃપા કરીને તમે વધુ ધીમેથી બોલી શકો?
Can you speak more slowly, please?

એક શબ્દ પણ બોલતો નહિ
Don’t say a word.

શું તમે મને આમાં મને મદદ કરી શકો છો?
Can you help me with this?

ક્યાં જાય છે ?
Where are you going?

માફ કરજો, તમારી પાસે સમય છે?
Excuse me, do you have the time?

તારે શું પંચાત?
Why do you ask?

શું હું તમારી પેન લઇ શકું?
Can I borrow your pen?

પૂછવા વાળો તું કોણ?
Who are you to ask?

મારી પાસે મારો ફોન નથી
I don’t have my phone with me.

શું તમે તે ફરીથી બોલશો? મેં તે પહેલી વખતે સાંભર્યું નથી
Can you repeat that, please? I didn’t catch it the first time.

કૃપા કરીને તમે આ મારા માટે પકડી/રાખી શકો?
Could you hold this for me, please?

એ ખાલી ફાંફા મારે છે
He is fumbling.

મને માફ કરશો, મારી પાસે કોઈ છુટ્ટા નથી
I’m sorry, I don’t have any change.

ડાફોળિયાં ના માર
Don’t look around.

શું તમે મને બતાવશો કે આ તમે કેવી રીતે કર્યું?
Can you show me how to do this?

મગજમારી ના કરો
Do not argue.

તમારો દિવસ કેવો રહ્યો?
How was your day?

સીધા જાઓ
Go straight.

ડાબી બાજુ વળો
Take Left.

જમણી બાજુ વળો
Take Right.

માફ કરશો, મારે બાથરૂમ જવું છે
Please excuse me, I have to go to the bathroom.

એની જોડે મગજમારી ના કરતો
Don’t mess with him.

મને માફ કરશો, હું જવાબ જાણતો નથી
I’m sorry, I don’t know the answer.

તમારી કાર ધીમે કરો
Slow down your car.

મને માફ કરશો,મારી તબિયત સારી નથી
I’m sorry, I’m not feeling well.

સમજાઈ ગયું?
Did you get it?

તમે મને આ ઉપાડવામાં મદદ કરી શકો?
Can you help me carry this?

હું તેના પર વિશ્વાસ કરી શકતો નથી
I can’t believe on he/she.

મહેરબાની કરીને તમે વધુ સ્પષ્ટ બોલશો? મને તમને સમજવામાં તકલીફ પડે છે
Can you speak more clearly, please? I’m having trouble understanding you.

શું તમે મને બતાવશો કે આ મશીન કઈ રીતે વાપરવું?
Can you show me how to use this machine?

મને માફ કરશો. મારી પાસે અત્યારે તમારા માટે કોઈ જવાબ નથી
I’m sorry, I don’t have an answer for you right now.

હું ફરી આવીશ
I will come again.

મોડું થવા બદલ માફી ચાહું છું
I apologize for being late.

મહેરબાની કરીને, તમે તે ફરીથી બોલશો?
Can you say that again, please?

શું તમે મને આમાં મને મદદ કરશો?
Will you help me with this?

શું તમે મને બ્રેડ મોકલશો?
Can you pass me the bread, please?

શું તમે અમારી સાથે જોડાઈ રહ્યા છો?
Are you joining us?

શું તમે વધુ ધીરેથી બોલશો? મારું ઈંગ્લીશ એટલું બધું સારું નથી
Can you speak more slowly, please? My English is not very good.

શું તમે સમય જાણો છો?
do you know the time?

તે ખરેખર સમય લે છે
It really takes time.

તમે કેમ મોડા પડ્યા?
Why are you late?

શું તમે મને આ ભારે બોક્સ ઉપાડવામાં મદદ કરી શકશો?
Can you help me lift this heavy box?

તેને માથાનો દુખાવો છે
He has a headache.

આપની સહાય માટે આપનો ખુબ આભાર
Thank you for your assistance.

તમને મળીને આનંદ થયો
It was nice meeting you.

હું મારો ફોન ઘરે ભૂલી ગયો છું
I left my phone at home.

તમારે શું જોઈએ છે?
What do you need?

કૃપા કરીને બેસો
Please be seated.

રહેવા દો
Let it be!

તમે શું કહેવા માગો છો?
What do you mean?

ખસેડશો નહિ
Don’t move!

આવુ ના કરો
Don’t do this.

મને માફ કરશો. હું તમને મદદ કરી શકતો નથી
I’m sorry I can’t assist you.

મારી નજરમાંથી દૂર થઇ જાઓ
Get out of my sight.

તમારી યાત્રા સારી રહે
Have a good trip.

આગલી વખતે મળીશું
See you next time!

પુસ્તકોને ક્રમમાં મુકો
Put the books in order.

હું તને પછી ફોન કરીશ
I will call you later.

તમે ક્યા છો? (ફોનમાં વાત કરતી વખતે)
Where are you?

મારી પાસે કોઈ વિકલ્પ નથી
I have no alternative.

મને ઘણું સારું લાગે છે
I feel much better.

તે મારા માટે આનંદની વાત છે
It’s my pleasure.

શું તમને કંઈક પૂછી શકું?
Can I ask you something?

મારી સાથે ચાલ. / ચાલો
Come with me.

શક્ય તેટલા વહેલા આવો
Come early as soon as possible.

તમે શેના વિશે વાત કરી રહ્યા છો?
What are you talking about?

હું મારે સ્કૂલ બસ ચૂકી ગઈ હતી. / ગયો હતો
I missed my school bus.

તમે ક્યાંથી આવો છો?
Where are you come from?

કેટલું શરમજનક
How disgraceful!

શું તમે મજાક કરો છો?
Are you kidding?

તેની પાસે પૈસા ન હતા
He had no money.

હું તેનો ઇનકાર કરું છું
I decline that.

તેના શબ્દોમાં વજન છે
His words have weight.

પરીક્ષા સોમવારથી શરુ થશે
The examination will start on Monday.

તમે આવો છો?
Are you coming?

તેણીની વહેલી સવારે ઉઠે છે
She wakes early in the morning.

મારી વસ્તુઓથી દૂર રહી શકશો?
Could you stay away from my stuff?

કેમ તમે ઉદાસ છો? / તું કેમ ઉદાસ છે?
Why are you upset?

મારી પાસે સમય નથી
I don’t have time.

વાક્યો ધ્યાનથી વાંચો
Read the sentences carefully.

તે તમારો વિષય નથી
It’s none of your business.

તમને કોની પર શંકા છે?
Whom do you suspect?

ફૂલો તોડવા પર પ્રતિબંધ છે
Plucking flowers is prohibited.

અમે એકબીજાને મદદ કરીએ છીએ
We both help each other.

ભગવાન તમને આશીર્વાદ આપે
May God bless you!

શાળાએ જવા માટે તૈયાર થાઓ
Get ready to go to school.

તમે શું કરવા માંગો છો?
What do you want to do?

શું તમે ત્યાં છો?
Are you there?

તમે શું મેળવવા માંગો છો?
What would you like to have?

શું તમે મને મદદ કરી શકો?
Could you help me?

મેં તેની સાથે વાત કરી
I talked with him.

તમારો સંપર્ક નંબર શું છે?
What is your contact number?

આ કામ તારા માટે યોગ્ય નથી
This work is not suitable for you.

તે ભૂલી જાઓ
Forget it.

તમારી સાથે કોણ કામ કરશે?
Who will co-operate with you?

તમારી સાથે વાત કરીને આનંદ થયો
It was nice to talk with you.

આ દરવાજો ખોલવાનો પ્રયાસ કરો
Try to open this door.

હું તેની પ્રસંશા કરું છું
I appreciate it.

તમે શું કહ્યું?
What did you say?

તે બપોરે સૂઈ જાય છે
He sleeps in the afternoon.

હું આશા રાખું છે કે તમે સમજી ગયા
I hope you understand.

શું તમારી પાસે થોડા પૈસા છે?
Do you have some money?

તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
What’s the time by your watch?

મને હલાવો તાવ છે
He had a mild fever.

મને કહ્યું હતું તેમ મેં કર્યું
I did as I was told.

તારે / તમને શાળા માટે મોડું થઇ રહ્યું છે.
You are getting late for school.

શું તમારે કઈપણ જોઈએ છે?
Do you need anything?

મેં તેને કોફી માટે આમંત્રણ આપ્યું છે
I invited him to coffee.

હું માફી માગું છું
I apologize.

જે તારીખે રવિવાર આવે છે
Which date falls on Sunday.

હું તમને મળીને ખુબ જ ખુશ છું
I am very pleased to meet you.

તમે મને થોડા પૈસા આપી શકશો?
Could you give me some money?

આને અંગ્રેજીમાં શું કહીએ છીએ?
What do we call this in English?

તે એક સારી શરૂઆત છે
It’s a good beginning.

રાત્રી ભોજન એક કલાકમાં તૈયાર થઇ જશે
Dinner will be ready in an hour.

તમને મળીને આનંદ થયો
Nice to meet you.

તારી / તમારી સાથે કાલે વાત કરીશ
Talk to you tomorrow.

હું કારીયાણાની દુકાને જાઉં છું. શું તમારે કોઈ વસ્તુની જરૂર છે?
I’m going to the grocery store, do you need anything?

મેં કેટલીક કૂકીઝ બનાવી છે. તમે એક લેશો?
I made some cookies, would you like one?

હું રાત્રીભોજન બનાવવાનું શરૂ કરવા જઈ રહી છું
I’m going to start making dinner.

હું લીવીંગ રૂમ સાફ કરવા જાઉં છું શું તમે સાથે જોડાશો? (મદદની દ્રષ્ટિએ)
I’m going to clean the living room, do you want to join me?

ડીશો ધોવાની જરૂર છે
The dishes need to be washed.

હું સ્નાન કરવા જાઉં છું. શું તમે બાળકો પર નજર રાખી શકશો? (સંભાળ રાખવા કહેવું)
I’m going to take a shower, can you keep an eye on the kids?

હું રાત્રીભોજનની તૈયારી શરૂ કરવા જઈ રહી છું
I’m going to start preparing dinner.

શું તમે મને કપડા વાળવામાં મદદ કરી શકશો?
Can you please help me fold the clothes?

હું કેટલીક કરિયાણાની ખરીદી કરવા જઈ રહી છું
I’m going to do some grocery shopping.

હું રસોડું સાફ કરવા જઈ રહી છું
I’m going to start cleaning the kitchen.

શું તમે શાકભાજી કાપી શકશો?
can you please chop the vegetables?

હું રાત્રી ભોજન બનાવું ત્યા સુધી શું તમે બાળકોની સંભાળ રાખી શકશો?
Can you please take care of the kids while I cook dinner?

હું નાસ્તો બનાવા જાઉં છું. તમે ટેબલ સેટ કરી શકશો?
I’m going to make breakfast, Can you please set the table?

હું ઈસ્ત્રી કરવા જાઉં છું. શું તમે મને મદદ કરી શકો?
I’m going to do some ironing, can you please help me?

હું કોફી બનાવા જાઉં છું. શું તમારે જોઈએ છે?
I’m going to make some coffee, do you want some?

હું ફ્લોર સાફ કરું છું (કચરો વાળવો)
I am sweeping the floor.

શું તમે બારીઓ સાફ કરી શકશો?
Can you please clean the windows?

શું તમે કચરો બહાર કાઢી શકશો?
Can you please take out the trash?

હું ચા બનાવા જઈ રહી છું. તમારે જોઈએ છે?
I’m going to make some tea, do you want some?


Share This Awesome Post 😊

Leave a Comment